ગાંધીધામમાંથી 26 હજારના દારૂના જથ્થા સાથે એકની અટક
copy image

ગાંધીધામમાંથી 26 હજારના દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામના કાસેઝ બાજુના રોડથી ઓસ્લો સર્કલ તરફ આવી રહેલ કારમાં દારૂ સંતાડેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર વોચ ગોઠવી હતી. અહી બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તલાશી લીધી હતી. કાર્યવાહી દરમ્યાન આ કારમાંથી કિંમત રૂા. 26,400નો દારૂ નીકળી પડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી ચાલકની કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.