અમદાવાદના 50 વર્ષ જૂના સુભાષ બ્રિજને તોડી પાડવા અંગેની અટકળો
copy image

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અને શહેરના પ્રવેશદ્વાર સમાન સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજને આખરે તોડી પાડવા અંગેની સંભવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે આ મામલે વધુમાં વિગતો પ્રાપ્ત થઈ રહી છે જે મુજબ 50 વર્ષથી વધુ જૂના આ બ્રિજના સ્ટ્રક્ચરમાં ખામીઓ સર્જાયા બાદ વિવિધ નિષ્ણાત સંસ્થાઓના મંતવ્યોને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય લેવામાં આવશે.