સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: ₹1500 કરોડના પાપનો પર્દાફાશ : કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ સકંજામાં

copy image

copy image

EDની રેડ બાદ નાયબ મામલતદારની ધરપકડ, કલેક્ટરના બંગલેથી 100 ફાઈલો જપ્ત

મુખ્ય હકીકતો અને ઘટનાક્રમ:

સુરેન્દ્રનગરમાં ખેતીની જમીનને બિન-ખેતી (NA) કરાવવા માટે ₹1500 કરોડનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. જેમાં EDએ 23 ડિસેમ્બરના રોજ કલેક્ટર અને અન્ય અધિકારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા.

કોની સામે ગુનો નોંધાયો?

  1. રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ (સુરેન્દ્રનગર કલેક્ટર)
  2. ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર)
  3. મયુર ગોહિલ (ક્લાર્ક)
  4. જયરાજસિંહ ઝાલા (કલેક્ટરના અંગત સચિવ)

ધરપકડ અને રિમાન્ડ: નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તેમના 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

તપાસમાં બહાર આવેલા ચોંકાવનારા ખુલાસા:

કલેક્ટર સરકારી ફાઈલો ઘરે લઈ જઈને વહીવટ કરતા હોવાનું ખુલ્યું છે. તેમના બંગલેથી 100 જેટલી ફાઈલો જપ્ત કરાઈ છે.

નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી ₹67.50 લાખની રોકડ મળી આવી છે.

અધિકારીઓના મોબાઈલમાંથી લાંચના વ્યવહારો અને હિસાબોની વિગતો મળી આવી છે.

કેવી રીતે ચાલતું હતું આ કૌભાંડ? (મોડસ ઓપરેન્ડી)

સ્પીડ મનીનું રેકેટ: જમીનનો હેતુ ફેરવવા (CLU) માટે આવતી અરજીઓને જાણી જોઈને અટકાવી રાખવામાં આવતી. જે અરજદારો જલ્દી કામ કરાવવા માંગતા હોય તેમની પાસેથી ‘સ્પીડ મની’ ના નામે કરોડોની લાંચ લેવાતી.

ચોરસ મીટર મુજબ ઉઘરાણી: લાંચની રકમ જમીનના ક્ષેત્રફળ (ચોરસ મીટર) મુજબ નક્કી કરવામાં આવતી હતી.

વચેટિયાઓનો રોલ: કલેક્ટર ઓફિસના કર્મચારીઓ અને એજન્ટોના નેટવર્ક દ્વારા આ આખું ખંડણીનું રેકેટ વ્યવસ્થિત રીતે ચાલતું હતું.