ભુજના એક ગામની હોસ્ટેલમાં અભ્યાસ કરનાર સગીરાને બ્લેકમેલ કરી ત્રણ હવસખોરોએ આચર્યું દુષ્કર્મ..

પાંચ આરોપીઓ પૈકી સરફરાજ ખલીફા અને ઈજાજ રમજુ ત્રાયા નામના બે આરોપીઓની વિધિવત ધરપકડ કરાઈ છે બાકીના ત્રણ પૈકી બે સગીર હોવાની અને ત્રીજાની ઉંમર બાબતે મેડિકલ તપાસ શરૂ કરાઇ છે…
ભુજ તાલુકાના એક ગામની પરંતુ હોસ્ટેલમાં અભ્યાસ કરતી એક સગીરા પાંચ જેટલા નરાધમ વિકૃત યુવાનોની વિકૃતિનો શિકાર બની છે. માનકુવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અને ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરાઈ છે તેવા આ ચકચારી પ્રકરણની વિગત એવા પ્રકારની છે કે તાલુકાના એક ગામની સગીરા ઉંમર વર્ષ 14 એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે આ સગીરા ઉનાળુ અને દિવાળી વેકેશનમાં પોતાના ઘરે ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી. બેટી બચાવો અને બેટી પઢાવો,એ નારો આપનાર ગુજરાત સરકારના સંબંધીતો સામે બેટી સુરક્ષા અંગે સવાલ ઊભા કરનાર આ ઘટનાની પ્રાપ્ત માહિતી પ્રમાણે સંબંધિત ભોગ બનેલી સગીરા ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશનમાં પોતાના ઘરે ગઈ હતી ત્યારે તેણી સાથે એક દિવસ આરોપીઓ પૈકીના એક આરોપી દ્વારા ધાક ધમકી કરી ગામના પાદરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરાયું હતું આ ઘટના બાદ સંબંધિત સગીરા ધમકીના કારણે ચુપ રહેતા અન્ય એક આરોપી દ્વારા તેણીને બ્લેકમેલ કરી તેણીને ગામના એક ખંડેરમાં લઈ જાય તેની સાથે દુષ્કર્મ આ કર્યું હતું. આ પ્રકરણનો અહીં અંત આવ્યો નહોતો પરંતુ નરાધમો દ્વારા અન્ય સાથીઓને આ ઘટનાની જાણ કરી સંબંધીત સગીરાને ધાક ધમકી કરી બ્લેકમેલ કરી ફરીથી એક આરોપી દ્વારા તેણીની સાથે દુષ્કર્મ આચરાયું હતું ત્યારબાદ બાકીના બે સગીર વયના ગણાતા તરુણો દ્વારા પણ સંબંધિત ભોગ બનેલ સગીરાને ધાકધમકી કરી બ્લેકમેલ કરવાનો પ્રયાસ થયો હતો. આમ સંબંધિત ભોગ બનેલી સગીરા સાથે સતત આ ઘટના બનતા તેણી હતપ્રભ થઈ ગઈ હતી. ભદ્ર સમાજની સંબંધિત સગીરા પરિવાર બદનામ થશે તેવી બીકના કારણે ચૂપ રહેતા આ પ્રકરણ દબાયેલું રહ્યું હતું. તેનો ફાયદો ઉપાડી આરોપીઓ દ્વારા સતત ધાક ધમકી કરાતી હતી આ આખી ઘટના, મે 2025 થી ઓક્ટોબર 2025 સુધી બની હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. દરમિયાન સગીરા અભ્યાસ માટે ફરીથી હોસ્ટેલમાં ગયા બાદ સંબંધીત સગીરાની શિક્ષિકાને આ સગીરા ગુમસૂમ રહેતી હોય શંકા ગઈ હતી આ દરમિયાન તાજેતરમાં તેણીની માતા પોતાની દીકરીને નાસ્તો આપવા હોસ્ટેલમાં જતા સંબંધીત સગીરાની શિક્ષિકાએ તેણીની માતાને તેમની દીકરી ગુમસૂમ રહેતી હોય કઈ પણ કારણે મૂંઝવણમાં છે તેવી વાત કરતા માતાએ પોતાની દીકરીને વિશ્વાસમાં લઈ આખી હકીકત પૂછતા આખરે આ પ્રકરણનો ભાંડો ફૂટ્યો હતો. ભોગ બનેલી દીકરીએ પોતાની સાથે બનેલી ઘટના અંગે સિલસિલા બંધ હકીકત કહેતા આખરે માતાએ માનકુવા પોલીસ મથકે કુલ પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ પાંચ આરોગ્ય પૈકી બે આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે જ્યારે બાકીના ત્રણ આરોપીઓને પોલીસે પકડી પાડી તપાસ હાથ ધરી છે જેમાં સરફરાજ ખલીફા તથા ઇજાજ રમજુ ત્રાયા બને સામત્રા વાળાઓને વિધિવત પકડી પાડવામાં આવ્યા છે જ્યારે ત્રીજો આરોપી પણ રાઉન્ડઅપ કરાયો છે પરંતુ તેની ઉંમર અંગે મેડિકલ તપાસ શરૂ થઈ છે જેમાં તે સગીર છે કે યુવાન તે સ્પષ્ટ થયા બાદ વધુ વિગતો ખુલશે. સમગ્ર ભુજ તાલુકા સહિત કચ્છ ગુજરાતમાં ચકચારી આ ઘટના અંગે પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી આ ગુનાની આગળની તપાસ ભુજ બી ડિવિઝન પી.આઇ. એસ.એમ. રાણાને સોંપવામાં આવી છે. આ પ્રકરણમાં હજુ પણ ચોકાવનારો ઘટસ્ફોત થવાની શક્યતા જોવાય છે. નોંધનીય છે કે આ પ્રકરણમાં નવેમ્બર મહિનામાં પણ એક અરજી રૂપે ફરિયાદ અપાઈ હતી.