પૂર્વ કચ્છના પોલીસ અધિષક સાગર બાગમરને વર્ષ 2022 માટે પ્રતિષ્ઠિત ‘કેન્દ્રીય ગૃહમંત્રી મેડલ’ એનાયત

પૂર્વ કચ્છના પોલીસ અધિષક (SP) સાગર બાગમરને વર્ષ 2022 માટે પ્રતિષ્ઠિત ‘કેન્દ્રીય ગૃહમંત્રી મેડલ’ (Union Home Minister’s Medal for Excellence in Investigation) એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમને આ ગૌરવપૂર્ણ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુનાખોરીના જટિલ કેસોમાં સચોટ, અસરકારક અને ઉચ્ચ સ્તરની તપાસ બદલ તેમને આ રાષ્ટ્રીય સ્તરનું સન્માન પ્રાપ્ત થયું છે. સાગર બાગમરની આ સિદ્ધિથી પૂર્વ કચ્છ પોલીસ વિભાગ સહિત સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં હર્ષ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. તપાસ ક્ષેત્રે તેમની નિપુણતા, કાર્યક્ષમતા અને નિષ્ઠાને આ એવોર્ડ દ્વારા વિશેષ રીતે બિરદાવવામાં આવી છે.