આદિપુરમાં લોકો પાસેથી આંકડા લેનાર પન્ટરને પોલીસે દબોચ્યો
copy image

આદિપુરમાંથી જાહેરમાં લોકો પાસેથી આંકડા લેનાર પન્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરના જી.આઈ.ડી.સી વિસ્તારમાં હનુમાન મંદિર નજીક આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહી જાહેરમાં લોકો પાસેથી આંકડા લેનાર વૃદ્ધ ધનજી મેપા પ્રજાપતીને પોલીસે રંગે હાથ દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ ઈશમ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.