સામખિયાળી-રાધનપુર માર્ગે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 25 વર્ષીય યુવાન કાળનો કોળિયો બન્યો

copy image

સામખિયાળી-રાધનપુર માર્ગે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 25 વર્ષીય યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 22-12ના સામખિયાળીથી રાધનપુર ધોરીમાર્ગે આવેલ લાકડિયાના સીમ વિસ્તારમાં બન્યો હતો. આડેસરમાં રહેનાર હિરા કોળી અને હરેશ એમ બંને ભચાઉ ખાતે બાઇક નોંધાવેલ હોવાથી ત્યાં ગયેલ હતા. બાદમાં રાતના સમયે બંને પરત આવી રહ્યા હતા તે દરમ્યાન પાછળથી અજાણ્યા વાહને હડફેટમાં હિરા કોળી નામનો યુવાન ગંભીર રીતે ઘાયલ થયેલ હતો. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે તેનું મોત થયું હતું. આ મામલે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.