ગાંધીધામના કાસેઝમાં સીડી પરથી પટકાતાં 37 વર્ષીય યુવાનનું મોત
copy image

ગાંધીધામ શહેરના કાસેઝમાં સીડી પરથી પટકાતાં 37 વર્ષીય યુવાને જીવ ખોયો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગાંધીધામના કાસેઝમાં ઇનોક્સ કંપનીમાં ડાયા ગોવિંદ સેનમા સાથે આ ઘટના બની હતી. ગત દિવસે કંપનીમાં સીડી પર ચડી રહેલ આ યુવાન પડી જતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર ઇજાઓના પગલે તેને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.