શ્રધેય અટલજી ની ૧૦૦ મી જન્મ જયંતીએ ટીબીના દર્દીઓને સાંસદ તરફ થી પોષણ કીટનું વિતરણ

“ટીબી મુક્ત ભારત” ૨૦૨૫ સુંધીમાં ભારત ભર માંથી ટીબી નાબુદ થાય તેવી આપણા આદરણીય વડા
પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના સંકલ્પ ને સાર્થક કરવા સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રયત્નો ને સફળ
બનાવવા નિક્ષય મિત્ર બનવા કોર્પોરેટ ક્ષેત્ર, સ્વેચ્છીક સંસ્થાનો, સંગઠનો અને દરેક રાજકીય દલો, જન પ્રતિનિધિઓ ને
આહ્વાન કરતાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છ મોરબી ના યુવા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ સમાજ
નવનિર્માણ ના સહયોગ સાથે આજે કચ્છ વિસ્તાર માં ૧૦૦ થી વધુ ૯૨% ટીબી રોગ ના દર્દીઓ ને જરૂરી પોષણ કીટ નું
વિતરણ કર્યું હતું.
આપણા હ્રદયસ્થ આદરણીય પરમ શ્રધેય શ્રી અટલ બિહારી બાજપેયી ની ૧૦૦ મી જન્મ જયંતી પર ૨૫ મી
ડિસેમ્બર સુશાસન દિવસ નિમિતે ૯૨% થી વધુ ક્ષય રોગ ગ્રસ્તો ને ૧૦૦ પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે ટીબી વૈશ્વિક સમસ્યા છે તેને નિર્મુલન કરવા નિઃશુલ્ક નિદાન અને
સારવાર તેમજ નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર્દીઓ નિ સારવાર પૂર્ણ થાય ત્યાં સુંધી તેમને પોષણકીટ અને જરૂરી
દવાઓ આપવા માટે હું સંકલ્પ બધ્ધ છું. ભારત સરકાર દ્વારા “કોમ્યુનિટિ સપોર્ટ ટુ ટીબી પેશન્ટ” પહેલ શરૂ કરવામાં
આવેલ છે. જિલ્લા ક્ષય અધિકારીશ્રી દ્વારા સારવાર લેતા ટીબી ના દર્દીઓ ની સારવાર માટે માર્ગદર્શન મળે છે. સ્વેચ્છીક
સંસ્થાઓ, સંગઠનો, સામાજીક કાર્યકરો, મારા સાથી મિત્રો ને આ સંકલ્પ પરિ પૂર્ણ માટે સહકાર આપવા અપીલ કરૂ છું.
તેમ સાંસદશ્રી ચાવડાએ જણાવ્યુ હતું.
સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા સાથે ધારાસભ્યશ્રી પ્રદુમનસિંહ જાડેજા, ભુજ નગરપાલિકા અધ્યકક્ષા શ્રીમતી
રશ્મિબેન સોલંકી, સર્વ શ્રી મિતભાઈ ઠક્કર, ડો. મનોજ પરમાર, વીજુબેન રબારી, મહીદીપસિંહ, રાજેશભાઇ ગોર,
કમલભાઈ ગઢવી, રસીલાબેન પંડયા, ડો. ધનેશ જોબનપુત્રા, હનીફભાઈ માંજોઠી , પ્રફુલસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા
હતા.