કચ્છ જીલ્લા ભાજપ દ્વારા અટલજીની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

સદાય અવિસ્મરણીય ભારતરત્ન પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીજીની 100 મી જન્મજયંતિ નિમિત્તે આજ રોજ કચ્છ જીલ્લા ભાજપ દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, જીલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા અને ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે અટલબિહારી વાજપેયી એક એવા નેતા હતા જેમના જીવન માંથી ઘણું બધું શીખવા જેવું છે અને તેમના વિરોધીઓ પણ તેમના વ્યક્તિત્વને માન અને સન્માન આપતા હતા.
પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે તેઓ એક મહાન કવિ પણ હતા. તેમની કવિતાઓ આજે પણ લોકજીભે ગવાય છે ત્યારે આવા મહાન વ્યક્તિત્વને પુષ્પાંજલિ આપી તેમને યાદ કરી તેમનામાંથી આપણે સૌએ પ્રેરણા લેવી જોઈએ.
આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ઉપાધ્યક્ષ ડો. મુકેશભાઈ ચંદે, પચાણભાઈ સંજોટ, મંત્રી વિજુબેન રબારી, કેડીસીસી બેંક ચેરમેન દેવરાજભાઈ ગઢવી, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠકકર, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા અધ્યક્ષ માવજીભાઈ ગુંસાઈ, અનુસૂચિત મોરચા અધ્યક્ષ અશોકભાઈ હાથી, લઘુમતિ મોરચા અધ્યક્ષ આમદભાઈ જત, જીલ્લા પંચાયત પૂર્વ અધ્યક્ષા પારૂલબેન કારા, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, જીલ્લા ભાજપ મીડિયા સહ ઈન્ચાર્જ અનવરભાઈ નોડે સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઈન્ચાર્જ ચેતનભાઈ કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.