એકના નામે ટુ વ્હિલરની લોન લઇ બીજાને વેચી મારી ઉપરાંત ફાયનાન્સમાં લોન ન ભરી ઠગાઈ આંચરનાર ઈશમ વિરુદ્ધ કાર્યવાહી કરતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી આવી પ્રવૃત્તિ આચનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને ગઇ તા.૦૫/૧૨/૨૦૨૫ ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.જાદવનાઓની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ, સુરજભાઇ વેગડા, રાજેશભાઈ ગઢવી તથા પો.કોન્સ ભરતભાઇ ગઢવીનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આરોપી હુશેન ઉર્ફે હુશેની સલીમ શેખજાદા ઉ.વ.૨૭ રહે.નવાવાસ (દુર્ગાપુર) તા.માંડવી વાળો શક પડતી મોટર સાયકલ સાથે મળી આવેલ જેની પાસેથી મળી આવેલ મો.સા. બી.એન.એસ.એસ. કલમ -૧૦૬ મુજબ તપાસ અર્થે શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરેલ તેમજ મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)ઈ મુજબ કાર્યવાહી કરી તપાસ કરતા હકીકત જણાઇ આવેલ કે, આ કામના આરોપીએ પોતાના આર્થિક ફાયદા સારૂ સાહેદોને વિશ્વાસમાં લઈ તેઓના નામે અલગ – અલગ કંપનીના કુલ -૧૬ વાહનો ખરીદી તે વાહનનું આરોપીએ ડાઉન પેમેન્ટ ભરીને અલગ- અલગ ફાયનાન્સ કંપનીમાંથી લોન લઈ તેના હપ્તા ન ભરીને તે વાહનો ખરીદનાર સાહેદોને વિશ્વાસમાં લઈ પોતે વાહનની આર.સી.બુક તેમના નામે ટ્રાન્સફર કરી આપશે તેમ કહી અલગ- અલગ વાહન ખરીદનાર સાહેદો પાસેથી રોકડા રૂપિયા ૮,૦૯,૦૦૦/- લઈ તેઓના નામે ટ્રાન્સફર નહી કરીને સાહેદો તથા ફાયનાન્સ કંપનીના હપ્તા ન ભરીને તેઓ સાથે છેતરપીડી કરીને વિશ્વાસઘાત કરી ગુનો કરેલ જે આધારે શ્રી સરકાર તરફે પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવીનાઓએ માંડવી પો.સ્ટે. ગુ.ર.નં. ૪૯૭/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૮(૪),૩૧૬(૨) મુજબનો ગુનો ઉપરોક્ત આરોપી વિરૂધ્ધ દાખલ ફરાવેલ છે.
જે ગુનાના આરોપી હુશેન ઉર્ફે હુશેની સલીમ શેખજાદા ઉ.વ.૨૭ રહે.નવાવાસ (દુર્ગાપુર) તા.માંડવી વાળાને હસ્તગત કરી માંડવી પોલીસ સ્ટેશન ખાતે સોપવમાં આવેલ છે.
હસ્તગત કરેલ આરોપી:
- હુશેન ઉર્ફે હુશેની સલીમ શેખજાદા ઉ.વ.-૨૭ રહે.નવાવાસ (દુર્ગાપુર) તા.માંડવી
:• હસ્તગત કરેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ:
માંડવી પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૩૦/૨૦૨૨ પ્રોહિ એક્ટ ૬૫(એ) (એ), ૧૧૬(બી) મુજબ
- માંડવી પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨૦૯/૨૦૨૩ પ્રોહિ એક્ટ ૬૫(એ) (ઈ), ૮૧ મુજબ
- માંડવી પો.સ્ટે. ગુ.ર.નં. ૦૪૦૧/૨૦૨૪ પ્રોહિ એક્ટ ૬૫(એ) (એ) મુજબ
- માંડવી પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૪૭/૨૦૨૫ પ્રોહિ એક્ટ ૬૫(એ) (એ), ૧૧૬(બી) મુજબ
કબ્જે કરેલ મદામાલ:
- અલગ અલગ કંપનીના કુલ ૧૬ ટુ વ્હિલર, કુલ્લે કિં.રૂ. ૮,૦૯,૦૦૦/-