સસ્તા સોનાની લાલચે વિશ્વાસઘાત કરનાર આરોપીને 28 લાખ સાથે ગણતરીના કલાકોમાં પકડી પડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સસ્તા સોનાની લાલચ આપનાર આરોપીઓનો જે લોકો ભોગ બનેલ હોય તેઓ ભોગબનનારની તાત્કાલિક ફરીયાદ લઇ આરોપી પકડવા તેમજ આવા ગુનાઓ બનતા અટકાવવા માટે સુચના આપેલ હોય.
ગઇ તા.૨૪/૧૨/૨૦૨૫ ના રોજ ફરીયાદીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજનો સંપર્ક કરી અને પોતાની ફરીયાદ હકીકત જાહેર કરેલ કે, આરોપીઓ (૧) રીયાઝ શેખ જેનું સાચુ નામ હુશેન ઉર્ફે ભાભા ત્રાયા (૨) ભાવેશ સોની જેનું સાચુ નામ સલમાન ગુલામશા સૈયદ તથા (૩) અંકુર જોષી રહે. ભુજ વાળાઓ એકસંપ થઈ ગુન્હાહિત કાવતરુ રચી પોતાનો સમાન ઈરાદો લાવવા સારૂ ગુન્હાહિત કાવતરુ રચી કાવતરાના ભાગરૂપે સલમાન ગુલામશા સૈયદ એ ફેસબુક મેસેન્જર થી સંપર્ક સાધતા જણાવેલ કે પોતે ગોલ્ડના બિસ્કીટનો બીઝનેશ કરે છે અને બજાર ભાવ કરતા સસ્તુ સોનુ આપે છે તેવી કપટપુર્વક ખોટી હકીકત જણાવી ભુજ બોલાવી કાવતરાના ભાગરૂપે ઉપરોકત વ્યકિતઓએ ખોટા નામ ધારણ કરી હુશેન ઉર્ફે ભાભા ત્રાયાના ફાર્મહાઉસ પર ઉપરોકત નંબર-(૧) તથા (૨) વાળાઓએ ફરીયાદી સાથે મીટીંગ કરી ત્રણ સોનાના બિસ્કીટ લલચાવવાના ઈરાદાથી બતાવી એક બિસ્કીટ બજાર ભાવ કરતા ૧૫ % ઓછા ભાવે આપવાનું જણાવી ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદીએ ભીલવારા(રાજસ્થાન) મધ્યેથી રૂપીયા ૨૮,૦૦,૦૦૦/- હુશેન ઉર્ફે ભાભા ત્રાયા ના કહેવાથી અંકુર જોષી ને આપી એક કિલો સોનું આપવાની લાલચ આપી તે રૂપીયા મેળવી ફરીને આજદીન સુધી તે રૂપીયાનું સોનું કે તે રૂપીયા પરત ન આપી ઠગાઈ વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ જે આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠીનાઓએ પોતાના રૂબરૂની ફરીયાદ લઇ અને ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૨૯૪/૨૦૨૫ આઇ.પી.સી. એકટ ની કલમ- ૪૦૬,૪૧૯,૪૨૦,૧૨૦ (બી),૩૪ મુજબનો ગુનો ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ દાખલ કરાવેલ અને આગળની તપાસ તેઓશ્રી પાસે રાખેલ.
જે ગુનાના નાસતા ફરતા આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ. આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ. જે સુચના આધારે એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. પંકજભાઇ કુશવાહ, સુરેન્દ્રસિંહ ઝાલા, સંજયભાઈ ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. જીવરાજભાઇ ગઢવીનાઓ આરોપીઓની વોચમાં હતા દરમ્યાન આરોપી હુશેન ઉર્ફે ભાભા ત્રાયા રહે.ભુજ વાળો મળી આવતા એલ.સી.બી. ઓફીસ લઇ આવી ઉપરોકત ગુના કામે ધોરણસર અટક કરી અને તેની પાસેથી કુલ્લ રૂ.૨૮,૦૦,૦૦૦/- ઠગાઇ વિશ્વાસઘાત કરી લીધેલ પુરેપુરી રકમ કબ્જે કરવામાં આવેલ 8.
: પકડાયેલ આરોપી
હુશેન ઉર્ફે ભાભા ત્રાયા રહે.ભુજ
પકડવાના બાકી આરોપીઓ
- ભાવેશ સોની જેનું સાચુ નામ સલમાન ગુલામશા સૈયદ
- અંકુર જોષી રહે. તમામ ભુજ
: કબ્જે કરેલ મુદ્દામાલ
- રોકડા રૂપિયા ૨૮,૦૦,૦૦૦/-