ફૂલપરા–ભીમદેવકા ગામના 117 ખેડૂતોની જમીનના બારોબાર કરાર થયા: કાયનાત અન્સારી આથા AAP

આમ આદમી પાર્ટીના કચ્છ (પૂર્વ) પ્રમુખ કાયનાત અન્સારી આથા ગતરોજ ખેડૂતોના એક મુદ્દા પર ગાગોદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે હાલ હું, ગાગોદર પોલીસ સ્ટેશનને આવી છું. અહીંયા મારી સાથે 117 ખેડૂતો ઊભા છે, જે ફૂલપરા અને ભીમદેવકા ગામથી આવ્યા છે. આ ખેડૂતોની 800 એકર જેટલી જમીનનો બારોબાર કરાર કરી દેવામાં આવ્યો છે, આ કરાર જુલાઈ મહિનાની 19-20તારીખની આસપાસ કરી દેવામાં આવ્યો હતો. 17 તારીખે આ તમામ લોકોને આ કરાર વિશે માહિતી મળી અને ત્યારથી આ લોકો FIR લખાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. આજે અમારા વકીલ સુરેશ મકવાણા અને વિનોદ મકવાણાના હસ્તક્ષેપ બાદ આજે પોલીસે બાહેંધરી આપી છે કે એક કલાકમાં જ ખેડૂતોની FIR લેવામાં આવશે. હાલ અમે મજબૂતીથી આ ખેડૂતો સાથે ઉભા છીએ અને હંમેશા ભવિષ્યમાં પણ તેમની સાથે ઊભા રહીશું. આમ આદમી પાર્ટી અને અમારા વકીલ સુરેશ મકવાણા જેવા અમે તમામ લોકો હંમેશા ખેડૂતોના મુદ્દાઓ પર તેમની સાથે ઉભા રહીએ છીએ. જો આ ખેડૂતોની FIR નોંધવામાં નહીં આવે તો અમે આંદોલનનો પણ રસ્તો અપનાવીશું કારણકે ખેડૂતો સાથે કંઈ ખોટું થાય છે તો એ અમારી નજરમાં એ સૌથી મોટો ગુનો છે.
આમ આદમી પાર્ટી ગુજરાત