આદિપુરમાં એક યુવાન પર જીવલેણ હુમલો
copy image

આદિપુરમાં મુંદ્રાથી સર્કલથી અંતરજાળ તરફ જતા માર્ગે પિતા-પુત્રએ યુવાન પર જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રાત્રીના સમયે મેરુભા ઉદયાસિંહ વાઘેલા પર આ હુમલો થયો હતો. આરોપી ઈશમે તલવારથી માથાંના ભાગે હુમલો કરીને ધોકાથી માર માર્યો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.