આજ રોજ શ્રી વરઝડી વાડી વિસ્તાર પ્રાથમિક શાળામાં વાર્તા સ્પર્ધાનું આયોજન કરાયું

તારીખ .૨૬/૧૨/૨૦૨૫નાં ગઢશીશા ક્લસ્ટર કક્ષાનો નિપુણ ભારત અંતર્ગત વાર્તા સ્પર્ધા શ્રી વરઝડી વાડી વિસ્તાર પ્રાથમિક શાળા માં યોજવામાં આવ્યો. જેમાં ત્રણ સ્પર્ધાઓ બાલવાટિકા થી ધોરણ ૨ ,ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ની વાર્તા કથન અને લેખન નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓ વિશે ગઢશીશા નાં શ્રી પ્રગ્નેશ ભાઈ ત્રિવેદી અને સી.આર. સી .હિરેનભાઈ વાસાણી એ માહિતી આપી.ગઢ ગ્રુપ શાળા ના આચાર્ય શ્રીમતિ જસ્મિનબેન ગોસ્વામી ,યજમાન શાળા ના આચાર્ય શ્રી જયેશ ભાઈ રબારી, બળુભા રાઠોડ,મણિલાલ ભાઈ,આભાબેન પટેલ, રંજન બાળા બેન , ગૌરવ ભાઈ,શૈલેષ ભાઈ,રેખાબેન ,અનિલભાઈ , ધીરુભાઈ,કિંજલ બેન, નીતિન ભાઈ તેમજ પેટા શાળા ના આચાર્ય શ્રી ઓ થતા શિક્ષકો ઉપસ્થિત રહયા. સ્પર્ધા માં બાળકોને ઇનામ શ્રીમતી ગીતાબા વાઘેલા તરફથી આપવામાં આવ્યા.આભારવિધિ ચેતન ભાઈ હીરપરા જી દ્વારા કરવામાં આવી.