ભુજમાં થયેલ મોટર સાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

મે પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોડર રેન્જ ભુજનાઓ દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારૂ મે.પોલીસ અધિક્ષક સા.શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા ઇ.નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી એમ.જે.ક્રિચ્યન સાહેબ ભુજ વિભાગ-ભુજનાઓના સુપરવિઝન હેઠળ ભુજ શહેર વિસ્તારમાં મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તથા આરોપીઓને શોધવા સારૂ સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ હોઇ,
જે અનવ્યે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૦૫૦૪૨૨૫૧૨૮૬/૨૦૨૫ બી એન એસ કલમ-૩૦૩(૨) મુજબનો ગુનો દાખલ થયેલ સદર ગુનો અનડિટેકટ હોઇ જે ગુનો શોધવા સારૂ પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એમ. પટેલ ભુજ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનનાઓના સુચના & માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે આ કામના આરોપીની પુછપરછ કરતા સદર મો.સા.ની ચોરી પોતે કરી મો.સા.ના સ્પેરપાર્ટસ જુદ્દા કરી નાખેલ હોવાની કબુલાત કરેલ હોઇ અને અન્ય એક કાળા કલરની સ્પ્લેન્ડર મો.સા.કલાસીક કોમ્પ્લેક્ષ લાલ ટેકરી પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હોઇ જેથી બંને વાહન તેમજ મુદ્દામાલ રિકવર કરવામા આવેલ અને મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.આ કામેની આગળની તપાસ પો.સબ.ઇન્સ આર.જે.ગોહિલનાઓ ચલાવી રહેલ છે.
પકડેલ આરોપી:-
(૧) અજયસિંહ દાનસિંહ સોલંકી રહે-શિવકૃપા નગર ભુજ.
રીકવર થયેલ મુદ્દામાલ:-
(૧) એક કાળા કલરની સ્પ્લેન્ડર મો.સા.જેના રજી નં-GJ-12-AA-4493 જેની કિ.રૂ.૧૦,૦૦0/-
(૨) મો.સા.મેગવ્હીલ-૦ર મો.સા.ચેસીસ.એન્જીન, પેટ્રોલ ટાંકી, તથા અન્ય સ્પેરપાર્ટસ જેની કુલ કિ.રૂ.૨૦,૦00/-
આરોપીનો ગુનાહિત ઇતિહાસ :-
(૧) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન-રાજકોટ એ.પાર્ટ ગુ.ર.નં-૪૦૭/૨૦૧૧ આઇ.પી.સી.કલમ-૩૭૯.
(૨) શિહોર પોલીસ સ્ટેશન-ભાવનગર એ.પાર્ટ ગુ.ર.નં-૧૦૯/૨૦૧૦ આઇ.પી.સી.કલમ-૩૭૯.
(૩) ભાવનગર બી.ડીવીઝન પો.સ્ટે.એ.પાર્ટ ગુ.૨.નં-૧૫૪/૨૦૧૦ આઇ.પી.સી.કલમ-૩૭૯.
(૪) ભાવનગર એ.ડીવીઝન પો.સ્ટે.એ.પાર્ટ ગુ.ર.નં-૨૧૯/૨૦૧૦ આઈ.પી.સી.કલમ-૩૭૯.
(૫) ગોંડલ સીટી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં-૦૦૨૮/૨૦૧૬ આઇ.પી.સી. કલમ-૨૭૯,૩૦૪(એ),૩૩૭,૩૩૮ તથા મોટર વ્હીકલ એકટ કલમ-૧૭૭,૧૮૪. મુજબ.
આ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
ઉપરોકત કામગીરીમાં ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એમ.પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.આર.જે.ગોહિલ તથા પો.હેડ કોન્સ ભરતજી એચ.ઠાકોર, રાજુભા એસ જાડેજા, લાખાભાઇ એન બાંભવા, કૈલાસભાઇ કે. ચૌધરી, દશરથભાઇ.એચ.ચૌધરી, મુકેશભાઇ એલ.તરાલનાઓ જોડાયેલા હતા.