સુરેન્દ્રનગર યાત્રાધામ ચોટીલા હાઈવે પર આગનો બનાવ
copy image

સુરેન્દ્રનગર યાત્રાધામ ચોટીલા હાઈવે પર આજે આગનો બનાવ બન્યો હતો. આ બનાવમાં ‘જય માતાજી હોટલ’માં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, સુરેન્દ્રનગર યાત્રાધામ ચોટીલા હાઈવે પર બનાવમાં ‘જય માતાજી હોટલ’માં આગ ભભૂકી ઉઠી હતી. પ્રથમ આસપાસના લોકો અને હોટલ સ્ટાફ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરેલ પરંતુ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાતા હાઈવે પરથી પસાર થતા મુસાફરો અને સ્થાનિક લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.