માંજલપુરમાં ખુલ્લી ગટરમાં પડી જતા યુવાનનું મોત

copy image

copy image

 વડોદરા ખાતે આવેલ માંજલપુરમાં મનપાની બેદરકારીનો કિસ્સો સપાટી પર આવ્યો છે. જેમાં એક નિર્દોષ યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલુ હતી પરંતુ ગટર ખુલ્લી રખાઈ હતી. જેના પરીણામે યુવક ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. બનાવ અંગેની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આ યુવાનનું રૅસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી બાદ દોરડા વડે યુવકને બહાર કઢાયા બાદ આ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.