ભારતીય ચલણી નોટના બદલામાં પાંચ ગણા ભાવે બનાવટી ભારતીય ચલણી નોટો આપવાની લાલચે લોકોને છેતરવાનું કાવતરું રચનાર બેની થઈ ધરપકડ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ઇરાદે અસલ ભારતીય ચલણી નોટના બદલામાં પાંચ ગણા ભાવે બનાવટી ભારતીય ચલણી નોટો આપવાની લોભામણી લાલચ આપી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોને પકડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના આપેલ હોઈ જેથી આવી પ્રવૃતિ કરતા ઇસમોને શોધી કાઢવા એસ.ઓ.જી નાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવીનાઓએ તાબાના અધિકારીશ્રી/કર્મચારીઓને સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના અધિકારીશ્રી/કર્મચારીઓ ભુજ ટાઉન વિસ્તારમાં પ્રયત્નશીલ હતા.

દરમ્યાન તા.૨૭/૧૨/૨૦૨૫ નાં રોજ એસ.ઓ.જી.નાં અધિકારીશ્રી/કર્મચારીઓ પ્રકારની પ્રવૃતિ કરતા ઈસમોની શોધખોળ માટે ભુજ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ ભુજના એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ જેઠુભા ઝાલા તથા મયુરસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાનાઓને બાતમી હકિકત મળેલ કે, “અનસ માંજોઠી, રહે-કેમ્પ એરિયા ભુજવાળો હાલે સ્મૃતિવનની બાજુમાં પોતાના કબ્જાની સફેદ કલરની એક્સેસથી હાજર છે અને તેની સાથે કૈફ મકબુલ સમા રહે-ભુજવાળો પણ હાજર છે. જેઓ એક લાખના પાંચ લાખની લાલચ આપી લોકો સાથે સંપર્ક કેળવી હાલે તેઓને બોલાવી અને નકલી ભારતીય ચલણની નોટો આપી છેતરપિંડી કરવાની પેરવીમાં છે અને નાણાં પડાવી આર્થિક લાભ મેળવવાના છે અને તેના કબ્જામાં તે મતલબેનો મુદ્દામાલ પડેલ છે. જેથી પંચો સાથે બાતમી મુજબની જગ્યાએ જઈ જરૂરી વર્કઆઉટ કરી ફેક કરન્સી સાથે અનસ ઉર્ફે અનુડો મામદ માંજોઠી તથા કૈફ મકબુલ સમા, રહે-કેમ્પ એરિયા ભુજવાળાઓને પકડી પાડી મજકુર ઈસમો

100

@SP West Kutch

@sog west kutch

વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ હેઠળ ભુજ શહેર બી ડીવિઝન પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

♦ પકડાયેલ આરોપીઓની વિગત-

(૧) અનસ ઉર્ફે અનુડો મામદ માંજોઠી, ઉ.વ.૨૪, રહે.મેન્ટલ હોસ્પિટલ પાછળ, કેમ્પ એરિયા, ભુજ

(૨) કૈક મકબુલ સમા, ઉ.વ.૧૮, રહે-રાજેન્દ્રનગર, બ્લોકના કારખાના પાસે, કેમ્પ એરિયા, ભુજ

  • કબ્જે કરાયેલ મદામાલની વિગત-

(૧) મોબાઇલ ફોન નંગ-૦૨, કી.રૂ.૪૦,૦00/-

(૨) સફેદ કલરની એક્સેસ રજી.નં. જીજે-૧૨ એચ એચ ૨૩૨૦, કી.રૂ.૭૦,૦૦૦/-

3) ભારતીય બચ્ચો કા બેન્ક વાળી નોટોના બંડલ-૧૧૫, કિ.રૂ.૦૦/-

(

(૪) રોકડા રૂ.૮૦૦૦/-

એમ કુલ્લે કિ.રૂ.૧,૧૮,૦૦૦/-

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ

એસ.ઓ.જી.પશ્ચિમ-કચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી, તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી એમ.એલ.વાઘેલા તથા એસ.ઓ.જી પોલીસ કર્મચારીઓ, એ.એસ.આઈ.નરેન્દ્રસિંહ ઝાલા, મયુરસિંહ ઝાલા, રજાકભાઈ સોતા, પો.હેડ.કોન્સ. રધુવીરસિંહ જાડેજા, ભાવેશભાઈ ચૌધરી, પ્રકાશભાઈ ચૌધરી તથા ડ્રા.પો.હે.કો. મહિપતસિંહ સોલંકીનાઓ જોડાયેલ હતા.