ભુજમાં જુગાર રમતી સાત મહિલાઓ પાસેથી રોકડ રકમ કરાઈ કબ્જે

copy image

copy image

 ભુજમાં રૂપિયાની હારજીતનો જુગાર રમતી સાત મહિલાઓને પોલીસે 10 હજારની રોકડ સાથે ઝડપી પાડી હતી. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ભુજના મોટાપીર રહીમનગરમાં પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજમાં મોટાપીર રહીમનગરમાં રહેણાક મકાનના આંગણામાં અમુક મહિલાઓ હાર જીતનો જુગાર રમી રહી છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી જુગાર રમતી સાત મહિલાઓ પાસેથી રોકડ રૂા. 10,370 કબ્જે કરવામાં આવેલ  હતા.