ભારાપરમાં બાવળની ઝાડીમાં જુગાર રમતી પાંચ મહિલાઓની થઈ અટક
copy image

ભુજ ખાતે આવેલ ભારાપરમાં બાવળની ઝાડીમાં જુગાર રમતી પાંચ મહિલાઓને 31 હજારની રોકડ સાથે પોલીસે ઝડપી પાડી છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે ભારાપર ગામે વડઝર રોડ નજીક તળાવ પાછળ બાવળની ઝાડીમાં ગઇકાલે સાંજે અમુક મહિલાઓ અને સાથે અમુક શખ્સો ગંજી પાનાં વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા. મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને અહીથી રોકડ રૂા. 31,180 મોબાઇલ નંગ-4 એમ કુલ રૂા. 45,180નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.