રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા માંડવીથી સાભરાઈ સુધીના રોડની રિસર્ફેસિંગની કામગીરી પ્રગતિમાં

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા માંડવીથી સાભરાઈ સુધીના ધોરીમાર્ગ નંબર ૪૧ ખાતે રોડના રિસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રિસર્ફેસિંગ બાદ માંડવીથી સાભરાઈ સુધીનો રોડ મજબૂત બનશે અને મુસાફરોનું પરિવહન સુગમ બનશે. આ ઉપરાંત, આ માર્ગ આસપાસના વિસ્તારના લોકો માટે મહત્વપૂર્ણ હોવાથી રોજબરોજ અવરજવર કરતા વાહનચાલકો તથા મુસાફરોને રિસર્ફેસિંગનું કામ પૂર્ણ થયા બાદ સરળ અને સલામત મુસાફરીની સુવિધા મળશે.
આ રિસર્ફેસિંગની કામગીરી દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થાપન માટે જરૂરી સંકેત, સલામતી ઉપાયોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ઓથોરિટીના માંડવી પેટા વિભાગના એન્જિનિયર્સ દ્વારા રોડના રિસર્ફેસિંગ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. નાગરિકોને આ કામ દરમિયાન સહકાર આપવા અને માર્ગ પર સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. રિસર્ફેસિંગ પૂર્ણ થયા બાદ માંડવી–સંભરાઈ રોડ પર મુસાફરી વધુ આરામદાયક બનશે.