નારાણપર સીમ વિસ્તારમાં આવેલ સેમ્બકોર્પ ગ્રીન ઇન્ફા વિન્ડ એનર્જી કંપનીના યાર્ડમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ

મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી. ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ ચોરીના અન-ડીટેઅકટ ગુનાઓને શોધી કાઢવા સુચનાઓ આપેલ હોઇ.

જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એ.એમ.મકવાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ટાઉનબીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અલગ-અલગ સમયે ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, (૧) માવજી ખેતા સીજુ (૨) પ્રવિણ તુલસીદાસ બુચિયા (૩) ભરત તુલસીદાસ બુચિયા રહે.ત્રણેય રામદેવનગર, નખત્રાણા વાળાઓએ નારાણપર(રોહા) ગામની સીમ વિસ્તારમાં આવેલ સેમ્બકોર્પ ગ્રીન ઇન્ફ્રા વિન્ડ એનર્જી કંપનીના યાર્ડમાંથી પવન ચક્કીમાં વપરાતી ચીજ-વસ્તુઓની ચોરી કરીને અમુક વસ્તુઓ પોતાના રહેણાંકે રાખી તથા અમુક વસ્તુઓ હાલે બોલેરો કેમ્પર ગાડીમાં ભરીને વેચાણ કરવાની ફિરાકમાં છે જે હકિક્ત આધારે વર્ક આઉટ કરી ઉપરોકત ઇસમોના કબ્જાની બોલેરો ગાડીની વોચમાં રહી તેમજ તેઓના રહેણાંકે તપાસ કરી ઉપરોકત ત્રણેય ઇસમોને ગ્રીન ઇન્ફ્રા વિન્ડ એનર્જી કંપનીના યાર્ડમાંથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે પકડી અત્રેના પો.સ્ટે. ખાતે કાયદેસરની કાર્યવાહી કરી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરી. પો.સ્ટે.માં દાખલ થયેલ ગુનો શોધી કાઢેલ છે.

પકડાયેલ ઇસમોનું નામ સરનામું:-

(૧) માવજી ખેતા સીજુ ઉ.વ.૩૮

(૨) પ્રવિણ તુલસીદાસ બુચિયા ઉ.વ.૨૫

(૩) ભરત તુલસીદાસ બુચિયા ઉ.વ.૨૩ રહે.ત્રણેય રામદેવનગર, નખત્રાણા

કબ્જે કરેલ મુદ્દામાલ:-

(৭) Shell Rhodina Grease BBZ Special purpose blade beearing greaseन्नी डोल नंग-૧૨ જેની કુલ્લે કિં.રૂ.૨,૮૬,૨૦૦/-

(૨) પવન ચક્કીના મેઇન બેરીંગમાં લગાવવાની તાંબાની રીંગ નંગ-૦૧ જેની ४.३.८,०००/-

(૩) પવનચક્કીના ઉપયોગમાં આવતી મોટરની લોખંડની રીંગ નંગ-૦૧ જેની ४.३.२,०००/-

(૪) પવનચક્કીના ઉપયોગમાં આવતા લોખંડના કપલિંગ નંગ-૦૨ જેની ४.३.२०,०००/-

(૫) પવનચક્કીના ઉપયોગમાં આવતી લોખંડનું ગોળ ચક્ર નંગ-૦૧ જેની કિં.રૂ.૭૦૦૦/-

(૬) એલ્યુમિનિયમ વાયરના અલગ-અલગ સાઇઝના ટુકડાઓ જેનું વજન આશરે ૪૦ કિ.ગ્રા. જેની કુલ્લે કિં.રૂ.૪૦૦૦/-

(૭) મહીન્દ્રા કંપનીની બોલેરો કેમ્પર જેના રજી. નં. GJ-12-CT-8337 જેની ४.३.८,००,०००/-

એમ કુલ્લે કિં.રૂ.૧૧,૨૭,૨૦૦/ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

શોધી કાઢેલ ગુનો:-

નખત્રાણા પોલીસ સ્ટેશન પાર્ટ-એ. ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૫૨૫૧૩૭૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૦૫(એ), ૩૨૯(૩), ૩૩૧(૩),(૪), ૫૪ મુજબ

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ જયંતીભાઇ માજીરાણા તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા સબીરભાઇ બાયડ તથા પો.હેડ કોન્સ. મોહનભાઇ આયર તથા નરેન્દ્રસિંહ સોઢા તથા મોહનભાઇ ગઢવી તથા મીતકુમાર પટેલ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ છે.