હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ’ના પ્રણેતા પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની વર્લ્ડ મેડિટેશન ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ મેડિટેશન એક્સપર્ટ કમિટીમાં નિયુક્તિ

૨૦૨૫ના દિવસને વિશ્વભરમાં ‘ધ્યાન દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો હતો. વર્લ્ડ મેડિટેશન ફાઉન્ડેશનની આખા વિશ્વની મેડિટેશન એક્સપર્ટ કમિટીમાં ભારત તરફથી હિમાલયીન સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની કમિટી મેમ્બર તરીકે નિયુક્ત કરી છે. પરમ પૂજ્ય સ્વામીજીએ હિમાલયમાં વર્ષો સુધી સાધના કરીને જે જ્ઞાન પામ્યું, તે છેલ્લાં ૩૧ વર્ષથી સમાજમાં ધ્યાન શીખવીને વહેંચી રહ્યા છે. પૂજ્ય સ્વામીજીના જ્ઞાનનું મહત્ત્વ સમજીને, વર્લ્ડ મેડિટેશન ડે કમિટી અને જુંગટો સોસાયટીએ પૂજ્ય સ્વામીજીને બીજા વર્લ્ડ મેડિટેશન ડે ફોરમમાં એક પ્રતિષ્ઠિત વક્તા તરીકે આમંત્રણ આપ્યું છે. આ કાર્યક્રમ ૨૦ અને ૨૧ માર્ચ, ૨૦૨૬ના રોજ દક્ષિણ કોરિયાના સિઓલમાં જુંગટો સોશિયલ એન્ડ કલ્ચરલ સેન્ટર ખાતે યોજાશે.
ગંભીર વૈશ્વિક પડકારોના આ યુગમાં, આ ફોરમ વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચેના અંતરને દૂર કરીને એકીકૃત મેડિટેશન ઇકોસિસ્ટમનો પાયો નાખવાનું લક્ષ્ય રાખે છે.
આ ઐતિહાસિક સંમેલનમાં વિશ્વભરના આદરણીય ધ્યાનગુરુઓ, અગ્રણી વૈજ્ઞાનિકો અને આદરણીય સાધકો પણ સામેલ થશે. તેમાં વિશ્વભરથી આવેલા લોકો દ્વારા ભાષણો, પેનલ ચર્ચા અને ઇન્ટરેક્ટિવ વર્કશોપની શ્રેણી રજૂ કરવામાં આવશે.
વર્તમાનમાં, હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ દ્વારા ૭૨ દેશોના લોકો આધ્યાત્મિક અને સર્વાંગીણ પ્રગતિ કરી રહ્યા છે. ત્યારે ભારત વતી પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીને આ સન્માન મળવું એ ખૂબ જ ગૌરવની વાત છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાને સાકાર કરવા અને ધ્યાનને વિશ્વભરમાં ફેલાવવા માટે પૂજ્ય સ્વામીજીએ જે પ્રયાસ કર્યા છે, તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ કાર્યક્રમમાં પૂજ્ય સ્વામીજીનું જ્ઞાન માનવજાતિ માટે ચોક્કસ નિર્ણયો લેવામાં ફોરમને મદદરૂપ સાબિત થશે.