જીયાપર એપ્રોચ રોડ પર સીસી માર્ગનું કામ શરૂ કરાયું

માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા જીયાપર ગામના એપ્રોચ રોડ પર ૭૦૦ મીટર લાંબા સીસી માર્ગ નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ માર્ગ પર વારંવાર પાણી ઓવરટોપિંગ થતું હોવાના કારણે ગ્રામજનોને લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેનો કાયમી ઉકેલ મળતાં મજબૂત સીસી માર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રોડની કામગીરીથી વરસાદમાં વાહનવ્યવહાર સરળ અને સુરક્ષિત બનશે. સરકારના વિકાસાત્મક કાર્યથી સંતુષ્ટ ગ્રામજનો એ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.