સનાતનના સોળ સંસ્કારોને કેન્દ્રમાં રાખીને ઉજવાઈ રહ્યું છે તપોવનધામનું ‘સંસ્કાર પર્વ’

શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત તપોવનધામ ગુરુકુળના રજત જયંતિ વર્ષ નિમિત્તે તા. ૧ થી ૫ જાન્યુઆરી સુધી પાંચ દિવસીય ‘સંસ્કાર પર્વ’ ની વિશેષ ઉજવણી થઈ રહી છે.

સતત ૨૫ વર્ષથી અસંખ્ય વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને રાષ્ટ્રપ્રેમ સાથે ભારતીય સંસ્કારોનાં પડતરનું સિંચન કરીને સફળતાપૂર્વક આગળ વધી રહેલ આ સંસ્થાએ ઉજવણી પર્વના નામને સાચા અર્થમાં સાર્થક કરતાં આ મહોત્સવનો

ભુજ મંદિરના કોઠારી પાર્ષદ જાદવજીભગત, કોઠારી દેવપ્રકાશ સ્વામી, લક્ષ્મીપ્રસાદ સ્વામી, વિશ્વવલ્લભસ્વામી, ભુજ મંદિરના કોઠારી મુરજીભાઈ સિયાણી, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહનભાઈ પટેલ, સેવા પર્વના સૌ યજમાનો, દાતાશ્રીઓ અને સમગ્ર ટ્રસ્ટી તથા સંચાલક મંડળની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય ઉપરાંત સોળ સંસ્કારનું મહત્વ સમજાવતી પુસ્તિકા ‘સંસ્કાર પરિચય’ નું વિમોચન અને ગુરુકુળના ૪૦૦ થી વધુ વિધાર્થીઓ દ્વારા માતૃપિતૃ પૂજન, અને માતાપિતાનું મહત્ત્વ સમજાવતા સંસ્કાર વંદના સત્ર સાથે ભવ્ય રીતે પ્રારંભ થયો હતો.

શિક્ષાપત્રી ગ્રંથના દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તે વક્તા શ્રી કૃષ્ણવલ્લભ સ્વામી અને દેવનંદન સ્વામી દ્વારા દરેક સત્રના પ્રારંભે આ ગ્રંથમાંથી સંસ્કાર વિષયક બિંદુઓ તારવીને તેની વિશેષ છણાવટ થઈ રહી છે. સાથે હિંદુ ધર્મના સોળ સંસ્કારોનું વિશેષ પ્રદર્શન પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ભારતીય સંસ્કાર સાથે દેશી ગોવંશને કેન્દ્રમાં રાખીને ઉજવાતા આ મહોત્સવના મંચની બાજુમાં જ સાચી કાંકરેજ ગાયો અને કદાવર નદી મહારાજને સ્થાન અપાયું છે. સમગ્ર મહોત્સવ પ્લાસ્ટિક મુક્ત રહેશે અને પાંચેય દિવસના પ્રસાદમાં પણ દેશી ગાયના ઘી, દૂધ અને છાસના ઉપયોગ સાથે સંપૂર્ણ ભોજન પણ ગોવતિ રહેશે.

મહેમાનો અને દાતાઓના સ્વાગતમાં સામાન્ય રીતે વપરાતા પ્લાસ્ટિકના બિલ્લા (સિમ્બોલ) ને બદલે સેવા પર્વ લખેલ ગાયના ગોબરનો સુંદર એન્ટી રેડિએશન બિલ્લો અને સન્માન માટે ગાયના પંચગવ્યની અનેક ઉપયોગી વસ્તુઓ સાથેની આકર્ષક કીટ ભેટ આપવાની નવી અને સાત્વિક પહેલનો પ્રારંભ થયો છે.

બાકીના ચાર દિવસોના વિવિધ સત્રોમાં ક્રમશ ડૉ કરિશ્માબેન નારવાણી (જામનગર) નું સંસ્કાર જતન વિષયે, શ્રી ગોપાલાનંદ સરસ્વતીજી (પથમેડા-રાજસ્થાન) નું સંસ્કાર ગૌરવ વિષયે. ડો. હિતેશભાઈ જાની (જામનગર) નું ગર્ભ સંસ્કાર વિષય અને ગૌ સેવા ગતિવિપિના રાષ્ટ્રીય પ્રશિક્ષણ રાઘવનજીનું વિવાહ સંસ્કાર વિષયે વિશેષ ઉદ્યોધન રહેશે.

સેવા પર્વના પ્રવક્તા શ્રી દૈવચરણદાસ સ્વામીએ રામપર-વેકસ મધ્યે ઉજવાતાં આ પાંચ દિવસીય પર્વનો વધુમાં વધુ લાભ લેવા સમગ્ર કચ્છવાસીઓને સપ્રેમ નિમંત્રણ પાઠવ્યું છે.