રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી ભરતા ત્રણ ટ્રેક્ટર તથા એક જે.સી.બી. પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણા તથા વિરમભાઈ ગઢવીનાઓ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વિકેશભાઇ રાઠવા તથા લાખાભાઇ રબારીનાઓને સયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, મંજલ ગામે રહેતો ગુલામશા મલકુશા સૈયદ જે મંજલ ગામે દક્ષિણ બાજુ આવેલ પોતાની માલિકીના ખુલ્લા પ્લોટમાં રેતીનો ઢગલો કરી તેમાંથી જે.સી.બી. વડે ટ્રેક્ટરોમાં રેતી ભરાવે છે જે હકીકત આધારે તપાસ કરતા (૧) જે.સી.બી. 3DX રજી.નં. જોતા જી.જે.૧૨ એ.એન. ૯૬૨૭ ચાલક રોબીનખાન ફૈઝલખાન પઠાણ ઉવ ૨૪ રહે. મુળ- શહેઝાદપુર તા.બડકલી જી.નુહ રાજ્ય- હરિયાણા હાલે રહે. મંજલ તા-નખત્રાણા તથા (૨) ટ્રેક્ટર રજી.નં. જી.જે.૧૨ એફ.ઈ. ૯૫૫૪ વાળુ ટ્રોલી સાથે ચાલક હુશેનશા લતીફશા સૈયદ ઉ.વ.૨૫ રહે. મંજલ તા.નખત્રાણા જે ટ્રેક્ટરની ટ્રોલીમાં આશરે ૦૪ ટન રેતી ભરેલ તથા (૩) ટ્રેક્ટર રજી.નં. જી.જે.૦૮ ડી ૫૩૨૬ વાળુ ટ્રોલી સાથે ચાલક મહેન્દ્ર લાલજી મહેશ્વરી ઉ.વ.૨૮ રહે. મંજલ તા.નખત્રાણા તથા (૪) ટ્રેક્ટર રજી.નં. જી.જે. ૦૮ ડી ૨૪૬૧ વાળુ ટ્રોલી સાથે ચાલક દયારામ રામજીભાઇ જોગી ઉ.વ.૨૫ રહે. મંજલ તા.નખત્રાણા વાળા મળી આવેલ બાદ જે.સી.બી.ના તથા ત્રણ ટ્રેક્ટરોના ચાલકોને રેતી ભરવા અંગે પુછપરછ કરતા તેઓ જણાવેલ આ રેતી અમો અમારા શેઠ ગુલામશા કહેવાથી રેતી ભરી કુરબઈ તા. ભુજ ગામે આવેલ બ્લોકની ફેક્ટરીમાં ખાલી કરીએ છીએ અને તેમની પાસેથી રેતી ભરવા અંગેના આધાર પુરાવાની માંગણી કરતા કોઈ આધાર પુરાવા ન હોય જેથી ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ જે.સી.બી. તથા ત્રણેય ટ્રેક્ટર ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.