જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને SIRD અમદાવાદ દ્વારાકચ્છ જિલ્લાના P.R.I સભ્યોની રિફ્રેશર તાલીમ યોજાઈ

આજરોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, કચ્છ તથા રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા (SIRD), અમદાવાદના સંયુક્ત ઉપક્રમે
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત કચ્છ જિલ્લાના P.R.I (પંચાયતી રાજ સંસ્થા) સભ્યો માટે એક દિવસીય રિફ્રેશર તાલીમનું
આયોજન જિલ્લા કક્ષા ખાતે કરવામાં આવ્યું હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, કચ્છના નિયામકશ્રી નિકુંજ પરીખના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
હસ્તકની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) શાખા દ્વારા તમામ P.R.I સભ્યોને યોજનાની વિવિધ બાબતો અંગે તાલીમ આપવામાં
આવી હતી.
તાલીમનો મુખ્ય હેતુ ગ્રામ સ્તરે ઘન તથા પ્રવાહી કચરાના યોગ્ય, સુચારુ અને કાયમી નિકાલ માટે માર્ગદર્શન આપવાનો હતો.
ઉપરાંત, ગ્રામજનોમાં સ્વચ્છતા સાથે સ્વસ્થતાની ભાવના વિકસે, લોકો વ્યવહારુ જીવનમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનો નિકાલ કરે
અને સ્વૈચ્છિક રીતે આ કામગીરીમાં જોડાય તે માટે માહિતગાર કરવામાં આવ્યા. આ સાથે IEC (માહિતી, શિક્ષણ અને સંચાર)
પ્રવૃત્તિઓ દ્વારા ગ્રામ પંચાયતો અસરકારક આયોજન કરી શકે તે માટે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ તાલીમનું સફળ આયોજન સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનાના મદદનીશ પ્રાયોજના અધિકારીશ્રી મહેશ ચાવડાના
માર્ગદર્શન હેઠળ SBMG ટીમ, કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન SIRD અમદાવાદથી આવેલા માસ્ટર ટ્રેનર તેમજ
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના જિલ્લા કન્સલ્ટન્ટશ્રી વિજય જેઠવા, ચેતન પેથાણી, ઋષિ ગઢવી, મુકુંદ શ્રીમાળી અને જીતેન્દ્ર ભીલ
તેમજ P.R.I સભ્યો તાલીમમાં હાજર રહ્યા હતા.