૨૦૨૫-૨૬માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ અંતર્ગત ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી
ગુજરાત સરકાર દ્વારા ખરીફ પાક હેતુ વર્ષ ૨૦૨૫-૨૬માં મગફળી માટે રૂ. ૭૨૬૩, મગ માટે રૂ. ૮૭૬૮, અડદ માટે રૂ. ૭૮૦૦, અને સોયાબીન માટે રૂ. ૫૩૨૮ પ્રતિ કિવન્ટલ ટેકાનો ભાવ જાહે૨ ક૨વામાં આવેલા છે. જે અંતર્ગત ખરીફ સિઝનમાં મગફળી,મગ, અડદ અને સોયાબીનનું વાવેતર કરેલું હોય અને ટેકાના ભાવે વેચાણ ક૨વા માંગતા હોય તે ખેડૂતોનું ઓનલાઈન ૨જિસ્ટ્રેશન નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પ૨ કરાવવામાં આવ્યું હતું
ખરીફ ૨૦૨૫-૨૬માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ કચ્છ જિલ્લામાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે તા.૦૯/૧૧/૨૦૨૫ થી ખરીદી ચાલુ કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના ૮ તાલુકામાં ૧૦ સેન્ટરમાં ખરીદી કરાઈ હતી. જે અંતર્ગત મગફળી પાકમાં ૧૩૯૪૬ ખેડૂતો દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવેલ હતું તેમાથી ૧૩૯૪૬ ખેડૂતોને SMS થી ખરીદી માટે જાણ કરવામાં આવી હતી જેમાંથી ૯૬૨૮ ખેડૂતો દ્વારા ૨૨૪૧૮.૯૭ ટન મગફળીનું વેચાણ કરવામાં આવ્યું છે. આ ખેડૂતોને રાજ્ય સરકારશ્રી દ્વારા રૂ! ૧૬૨૮૨.૯૧ લાખની ચુકવણીની પ્રક્રિયા હાલમાં ચાલુ છે.
મગ, અડદ અને સોયાબીન પાકમાં કુલ ૮૦૪ ખેડૂતો દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન થયું હતું. જે અતર્ગત ૮૦૪ ખેડૂતોને ખરીદી માટે SMS થી જાણ કરવામાં આવી હતી. જેમાંથી ૨૧૮ ખેડૂતો દ્વારા ૩૩૯.૬ ટનનું વેચાણ કરવામાં આવ્યું છે. આ તમામ ખેડૂતોને રાજ્ય સરકારશ્રી દ્વારા રૂ. ૨૦૨.૪૩ લાખની ચુકવણીની પ્રક્રિયા હાલમાં ચાલુ છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કચ્છ ભુજ દ્વારા જણાવાયું છે.