કચ્છ જીલ્લાના દરિયાઈ વિસ્તારમાં લક્કીનાલા માછીમાર જેટીથી બી.એસ.એફ. કેમ્પ સુધી ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું

અધિક પોલીસ મહાનિદેશકશ્રી અમિતકુમાર વિશ્વકર્માં સાહેબ અને પોલીસ મહનિરિક્ષકશ્રી (દરિયાઈ સુરક્ષા) પી.એલ.માલ સાહેબનાઓની સુચના મુજબ તેમજ પોલીસ અધિક્ષક અને મરીન સેકટર કમાન્ડરશ્રી એસ.જે.પરમાર સાહેબનાઓના માર્ગદર્શન મુજબ તા.૦૧/૦૧/૨૦૨૬નાં રોજ ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત આંતકવાદી પ્રવુત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ શખ્સોની હિલચાલ, શંકાસ્પદ વસ્તુ, ડ્રગ્સ પેકેટ, બેગ તથા ડ્રોન, દાણચોરી તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેકટર લીડરની કચેરી,કોટેશ્વરના નાં.પો.અધિક્ષક શ્રી બી.કે.ઝાલા તેમજ પી.આઈ. શ્રી આર.ડી.ઝાલા તેમજ પી.એસ.આઈ. અને મરીન કમાન્ડો દ્વારા સંયુકત રીતે કચ્છ જીલ્લાના દરિયાઈ વિસ્તારમાં લક્કીનાલા માછીમાર જેટીથી બી.એસ.એફ. કેમ્પ સુધી ૦૫ કી.મી.થી વધુનું ફૂટ પેટ્રોલિંગ દ્વારા ‘સઘન કોસ્ટલ પેટ્રોલિંગ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઇસમો, શંકાસ્પદ વાહનો શંકાસ્પદ બોટો, અવાવરૂ જગ્યાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.