ગાંધીધામમાં પગપાળા જઈ રહેલ યુવાનને છરી ભોંકી દેવાનો ચકચારી બનાવ સપાટી પર

copy image

copy image

ગાંધીધામના સુંદરપુરીમાં પગપાળા જઈ રહેલ યુવાનને છરી ભોંકી દેવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં માહિતી સામે આવી રહી છે, જે મુજબ ગત તા. 31-12ના રોજ ગાંધીધામ શહેરના સુંદરપુરી ધોબીઘાટ વિસ્તારમાં રહેનાર દીપેશ ઉમેશપુરી ગોસ્વામી ગેરેજ પર કામ પતાવી પોતાના મિત્રના જન્મદિવસ પર ગયેલ હતો. બાદમાં ત્યાથી મોડી રાત્રે પરત જઈ રહ્યો હતો તે સમયે ત્યાં બંને આરોપી શખ્સો ઊભા હતા, અને અગાઉના ઝગડાનું મનદુખ રાખી યુવાનના પેટમાં બે ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. આ મામલે આરોપી ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.