ભુજના વટાછડ સીમમાં એક યુવાન પર ચાર શખ્સોનો હુમલો
copy image

ભુજના વટાછડ સીમ વિસ્તારમાં ચાર શખ્સોએ એક યુવાન પર હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ભુજમાં રહેનાર ફરિયાદી એવા સલમાન અબ્દુલકરીમ થેબા નામનો યુવાન વટાછડની સીમમાં કડિયા ધ્રો નજીક કેન્ટીન ચલાવે છે, જ્યાં આરોપી ઈશમો આવેલ અને અહી અને ફરિયાદીને ગાળો આપી તેના પર પાઇપ-લાકડી વડે હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.