નખત્રાણા ટાઉન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું

આજરોજ મામલતદારશ્રી નખત્રાણા નાઓની અધ્યક્ષતામાં ચીફ ઓફિસરશ્રી નખત્રાણા તથા પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી નખત્રાણા તથા પોલીસ સ્ટાફ તથા જી.આર.ડી સ્ટાફ દ્વારા નખત્રાણા ટાઉન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ જેમાં નખત્રાણા મેઈન બજાર, વથાણ ચોક, બસ સ્ટેશન વિસ્તાર, વિરાણી રોડ વિગેરે વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી લારી પાન ગલ્લા પાકા બાંધકામ જે ટ્રાફિકને સમસ્યા રૂપ હોય તેઓને દબાણ દૂર કરવા તેમજ ટ્રાફિકને અડચણ ન થાય તે હેતુસર સમજ કરી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે.