ભુજના એક રહેણાંક મકાનમાંથી વન્યપ્રાણીના શિકાર કરવા વપરાતા શાસ્ત્રો તેમજ પ્રાણીઓના અવશેષો મળી આવ્યા

કચ્છ પશ્ચિમ વન વિભાગ હેઠળના કાર્યક્ષેત્રમાં આવતા ભુજ પશ્ચિમ રેન્જને મળેલ બાતમીને આધારે તા.૦૪/૦૧/૨૦૨૬ ના રાત્રી પેટ્રોલીંગ દરમ્યાન ભુજ શહેરના આશાપુરા નગરના રહેણાંક મકાનમાં આવેલ રૂમની પલંગ/પેટીમાંથી વન્યપ્રાણીના શિકારમાં વાપરવામાં આવતા સાધનો/શસ્ત્રો, મોટર સાયકલ નં.GJ12EQ5257 તથા વન્યપ્રાણી શાહુડીના અવશેષો અને અન્ય વન્યપ્રાણીઓના દાંત તથા જડબાના અલગ-અલગ ભાગો તથા દેશીદારૂની ભઠી અને જથ્થો મળી આવેલ. આ કામે કચ્છ વન વર્તુળના વડા ડો.સંદિપકુમાર CCF તથા શ્રી એચ.જે.ઠકકર DCF, કચ્છ પશ્ચિમ વન વિભાગના માર્ગદર્શન હેઠળ ભુજ પશ્ચિમ રેન્જના નીચે મુજબ અધિકારી/કર્મચારીઓ ધ્વારા આરોપી સુરેશભાઈ દિલીપભાઈ કસવીયા, રહે. આશાપુરા નગર, ભુજની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી વિરૂધ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની વિવિધ કલમો તળે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરીમાં જોડાયેલ અધિકારી/કર્મચારી
શ્રી એ.એચ.સોલંકી, R.F.O.
શ્રી યુ.બી.જાની, Forester
શ્રી એમ.બી.વાઢેર, Forest Guard
શ્રી જે.જે.ભુવા, Forest Guard
શ્રી આર.એન.રબારી, Forest Guard
શ્રી આર.બી.બેરા, Forest Guard
શ્રી ડી.કે.જાટીયા, Forest Guard
શ્રી એલ.જી.જોગલ, Forester
શ્રી મોહિતકુમાર આર.બારૈયા, Forest Guard, (બન્ની ગ્રાસલેન્ડ)
શ્રી એસ.એન.૨બારી, Forest Guard
શ્રી ડી.એમ.ગોજીયા, Forest Guard
શ્રી એલ.પી.દૈયા, Forest Guard
श्री आर.श्री. ५२७, Forest Guard
શ્રી એમ.એન.ઝાલા, Forest Guard