આરટીઓ અંજાર ખાતે વિવિધ વાહનોના ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન યોજાશે
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અંજાર – કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, થ્રી – વ્હીલર, ફોર – વ્હીલર એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો (HGV)માં અગાઉની બાકી રહેલ ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૫/૦૧/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭/૦૧/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૧૭/૦૧/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓક્શન સમાપ્ત તારીખ ૧૯/૦૧/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી થશે.
સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલરના ૮૦૦૦, અન્ય વાહનોના રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર ટુ-વ્હીલરના ૩૫૦૦ તથા અન્ય વાહનો માટે રૂ.૧૫૦૦૦ રહેશે. અન્ય નંબરમાં ટુ-વ્હીલરના રૂ.૨૦૦૦ તથા અન્ય વાહનોના ફીના દર રૂ.૮૦૦૦ રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન https://vahan.parivahan.gov.in/fancy પર કરાવી શકશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી અંજાર- કચ્છની યાદીમાં જણાવાયું છે.