સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિતે કચ્છી જીલ્લા ભાજપ દ્વારા વિવિધ સ્થળોએ ઓમકાર મંત્ર તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર ગુજરાતમાં સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન થઇ રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જીલ્લાધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાની હેઠળ સમગ્ર જીલ્લામાં વિવિધ શહેરો સ્થિત પૌરાણિક, સુપ્રસિદ્ધ શિવ મંદિરોમાં ઓમકાર મંત્રના જાપ તેમજ મહાઆરતીના સામૂહિક આયોજનો કરી મોદીજીના દિવ્ય સંકલ્પમાં સૌ સહભાગી બન્યા હતા.
આ અવસરે શ્રી વરચંદે જણાવ્યું હતું કે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ આસ્થાનું વિરાટ પ્રતિક છે ત્યારે એક હજાર વર્ષને ઉપલક્ષમાં રાખીને હાલ જે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે કચ્છ જીલ્લા ભાજપ પણ પૂરી શ્રદ્ધા, આસ્થા અને ગર્વથી ઠેરઠેર સામૂહિક ધૂન, પંચાક્ષર મંત્ર પઠન અને શિવસ્તુતીઓ વડે આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમને અનુમોદન આપીને માનસિક રીતે જોડાઈ રહ્યું છે.
આ અંતર્ગત આજરોજ ભુજ શહેર ખાતે પવિત્ર એવી ઉત્તરવાહીની ખારી નદીના પાવન તટ પર આવેલ સુપ્રસિદ્ધ ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં સામુહિક ધૂન કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો જેમાં જીલ્લા ભાજપ મંત્રી વિંજુબેન રબારી, જીલ્લા ભાજપ અનુસૂચિત મોરચા અધ્યક્ષ અશોકભાઈ હાથી, સમગ્ર અભિયાનના જીલ્લાના સહ ઈન્ચાર્જ દિલીપભાઈ પટેલ, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર, અભિયાનના શહેર ઈન્ચાર્જ અને ભુજ શહેર ભાજપ મહામંત્રી રિતેનભાઈ ગોર સહિત હોદેદારો અને કાર્યકર્તાઓ અને ભાવિકો જોડાયા હતા.
અંજાર શહેર ભાજપ દ્વારા જડેશ્વર મહાદેવ ખાતે આયોજીત ધૂનમાં જીલ્લા ભાજપ મંત્રી વસંતભાઇ કોડરાણી, અભિયાનના જીલ્લા ઈન્ચાર્જ અને જીલ્લા ભાજપ મંત્રી વિકાસભાઇ રાજગોર, અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, અંજાર શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, અંજાર શહેર મહામંત્રીઓ અશ્વિનભાઈ સોરઠીયા, કૃપાલસિંહ રાણા, તાલુકા મહામંત્રીઓ કાનજીભાઈ આહીર, રૂપાભાઈ રબારી સહિત અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા.
મુન્દ્રા ખાતે સોમેશ્વર મહાદેવ મંદિરે આયોજીત સામૂહિક ધૂન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, કાર્યક્રમના જિલ્લા સહ ઇન્ચાર્જ હિતેશભાઈ ગોસ્વામી, મુન્દ્રા નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોષી, મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, મુન્દ્રા શહેર મહામંત્રી ગૌરાંગભાઈ ત્રિવેદી, હિરેનભાઈ સાવલા સહિતના આગેવાનો અને બહોળી સંખ્યામાં કાર્યકરવૃંદ જોડાયા હતા.
આગામી દિવસોમાં જીલ્લા ભાજપ દ્વારા કચ્છ જીલ્લામાં ઠેરઠેર ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આ પ્રકારના કાર્યક્રમો દ્વારા શિવભક્તિનો અનેરો માહોલ બનાવવામાં આવશે એવું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઈન્ચાર્જ ચેતન કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.