પડાણા વિસ્તારમાંથી લાખોના પ્રોહી મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓની બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ

ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે પડાણા વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂ, મોબાઈલ અને કાર સહિત કુલ 10,87,224 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સ્થળ પરથી પાંચ આરોપીઓ સ્વરૂપસિંગ નારાયણશિંગ ચૌહાણ, પ્રવિણસિંગ છેલશિંગ ચૌહાણ, રોહિત સોનિયા તાંડીલકર, અજય ગ્યાનીલાલ મરાવી અને સુરજીતસિંગ બીશનસિંગ વરકડેની ધરપકડ કરી છે. આ શખ્સો વરંડામાં ટ્રકમાંથી દારૂ ખાલી કરી કારમાં ભરી રહ્યા હતા ત્યારે જ પોલીસે તેમને ઝડપી લીધા હતા. દારૂ મોકલનાર રાજસ્થાનના પરબતસિંગ બાઘસિંગ રાઠોડ સહિત ચાર શખ્સોને પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપી સ્વરૂપસિંગ નારાયસિંગ ચૌહાણ વિરુધ્ધ અગાઉ અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ કલમ મુજબનો ગુનો નોંધાયેલો છે.
આ કામગીરી બી ડીવીઝન પીઆઇ એસ.વી.ગોજીયા, પીએસઆઇ એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ