મદનપૂર (સખુપર)ની દીકરી સુમિતાએ CISF માં ભરતી થઈને ગામનું ગૌરવ વધાર્યું

આગવી કોઠાસૂઝ સાથે વેપારમાં આગળ ગુજરાતીઓ દેશની સુરક્ષા જેવી અતિ મહત્વની સેવાઓમાં ઘણા પાછળ છે એવું મહેલું ભાંગી રહ્યું છે ત્યારે ભુજની બાજુનો ગામ મદનપુર (સુખપર) ની દીકરી સુમિતા નવીનભાઈ ભુડીયા દેશના મહત્વના ઔદ્યોગિક એકમો, મેટ્રો સ્ટેશનો અને મોટાં મંદિરો સહિતની સુરક્ષાની જવાબદારી સંભાળતા અને સેનાની જ એક પાંખ એવાં ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની અતિ કઠિન પરિક્ષામાં સાંગોપાંગ પાર ઉતરીને દિલ્હી મેટ્રો સ્ટેશનમાં ફરજ મળ્યા પછી ટુંકી રજા માટે ઘરે પરત આવતાં તેના ભવ્ય સ્વાગત, સન્માન માટે સમગ્ર ગામના અઢારેય વર્ણના લોકો સ્વયંભૂ રીતે ઉમટી પડયા હતા અને આખું ગામ ભારત માતાકી જયના નારાઓ સાથે હિલોળે ચડયું
પિતા નવીનભાઈ વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. દાદી અને માતા સહિત સપુર્ણ પરિવાર જાતે ખેતીકામ કરે છે. જ્યારે નવિનભાઈના નાનાભાઈ ભુજ સ્વામિનારાયણ મંદિરમાં સંત દિક્ષા ગ્રહણ કરેલ છે. આવા રાષ્ટ્ર અને ધર્મ સાથે ઓતપ્રોત પરિવારની આ દીકરી સુનિતાનું પ્રારંભિક શિક્ષણ વિશ્વના સૌથી મોટા શૈક્ષિક સંગઠન વિધાભારતી સાથે સંલગ્ન એવાં ગામના જ શિશુમંદિરમાં થયું નાનપણથી જ ભારતના મહિલા હિંદુ સંગઠન રાષ્ટ્ર સેવિકા સમિતિમાં તેમનું પડતર થયું. અને ભુજ મંદિર સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિધામંદિરમાં એન.મી.સી અને રમતગમત ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે ભરપુર પ્રોત્સાહન મળ્યું.
દેશ વિદેશમાં ફેલાયેલા મહેનનું કચ્છી લેવા પટેલ સમાજ માટે પ્રથમવાર આવી અતિ મહત્વની કક્ષાએ પહોંચનાર સુમિતા જણાવે છે કે પરિવાર તથા સેવિકા સમિતિમાં મળેલ રાષ્ટ્ર પ્રેમના સંસ્કારને કારણે આ શક્ય બન્યું છે અને પ્રારંભિક કપરી ટ્રેનિંગમાં જ્યારે પણ હિંમત હારવા જેવું લાગતું ત્યારે ભુજ મહિલા મંદિરના મહત સામબાઈ કુઈ અને ગામના ત્રણેય સ્વામિનારાયણ મંદિરના સાખ્યયોગી માતાઓના આશીર્વાદ મારા માટે અંતિ મોટું પ્રેરકબળ બની રહ્યા હતા.
ગામના દરેક મંદિરોમાં દર્શન સાથે મુખ્ય બજારોમાં નિકળેલ સ્વાગત યાત્રામાં પરંપરાગત વસ્ત્રોમાં રાજજ મહિલા એન્ડ પાર્ટીએ પ્રસંગને વધુ ભવ્ય બનાવ્યો હતો. અને ગામના દરેક સમાજોએ દીકરીનું સન્માન કરવા સાથે આ પ્રસંગમાં સ્વયમ્ રીતે ઉમટી પડીને દેશપ્રેમ સર્વોપરીની સાબિતી માથે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પરુ પાડયુ હતું
ગામના સૌ આગેવાનો અને લેવા પટેલ સમાજના સમગ્ર ટ્રસ્ટી મંડળે ભુડીયા પરિવારને અભિનંદન પાઠવવા સાથે સુનિતાની પ્રથમ શાળાના પ્રમુખ અને લેવા પટેલ સમાજના ટ્રસ્ટી રવજીભાઈ ગોરસીયા, સંઘના વિભાગ સંપ્રચાલક હિંમતસિંહ વક્ષણ અને સ્વામિ. કન્યા વિધામંદિરના ટ્રસ્ટી પ્રવીણભાઈ પિંડોરીયા સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગામના શ્રૌ રાષ્ટ્ર અને પર્યાવરણ પ્રેમી યુવા યુવતીઓએ સંપૂર્ણ વ્યવસ્થાઓ સંભાળીને આયોજનને સફળ અને સ્મરણીય બનાવ્યું હતું.
રામજી વેલાણી- મદનપુર (સુખપર)
९४२८२ ३४364