સદાય સેવાભાવી કાર્યમાં તત્પર રહેતા સેખ અજીજ ખાન કરી રહ્યા છે જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાનું વિતરણ

સદાય સેવાભાવી કાર્યમાં તત્પર રહેતા ગવરમેંટ હાઈ સ્કૂલના રીટાયર પ્રિન્સિપલ એવા સેખ અજીજ ખાનએ નવા વર્ષની શરૂઆતની સાથે જ પાટવાડી નકાની બાજુમાં શેખ લદાશા પીરની દરગાહ પાસે સેવાકાર્યનું આયોજન કરેલ છે. જેમાં જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અહી જરૂરિયાતમંદને લોકોને ગરમ કપડા સાથોસાથ મહિલાઓ માટે પણ કપડાં રાખેલ છે જેનું તેઓ વિતરણ કરે છે. વધુમાં તેમનુ કહેવું છે કે, તેમના સર્કલના લોકો તેમના સેવા કાર્યથી પરિચિત હોતા તેઓ દવા, કપડાં કે ખાદ્ય પદાર્થ તેમના સુધી પહોંચાડે છે જેનું સેખ અજીજ ખાન નિશુલ્ક વિતરણ કરે છે. વધુમાં તેઓ જાહેર જનતાને અપીલ કરે છે કે તેમની પાસે રહેલ એવી વસ્તુઓ કે જે ઉપયોમાં ન લેવાતી હોય એ તેમના પાસે પહોંચાડે અને તમારા સંપર્કમાં કોઈ જરૂરતમંદ લોકો હોય તેઓને તેમના સુધી પહોંચાડે. તેમના સંપર્ક નંબર નોંધી લેશો..9825720754