સોના-ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરીના ગુનામા સોનાના દાગીના કિ.રૂ.૧૨.૧૭ લાખ રીકવર કરતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ.

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોડર રેન્જ ભુજનાઓ દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારૂ મે પોલીસ અધિક્ષક સા. શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા ઈ.નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી એમ.જે.ક્રિચ્યન સાહેબ ભુજ વિભાગ-ભુજનાઓના સુપરવિઝન હેઠળ ભુજ શહેર વિસ્તારમાં મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તથા નાસતા ફરતા આરોપીઓને શોધવા તેમજ અટકાવવા સારૂ સૂચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ હોઇ,

જે અનવ્યે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૦૫૦૪૨૨૫૧૦૯૦/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૫-(એ),૩૩૧-(૩), (૪) મુજબના ગુના કામે સોના ચાદીના દાગીનાં ચોરીનો ઘરફોડ ગુનો તા-૩૦/૧૦/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ છે. સદર ગુના કામેના આરોપી પાસેથી ચોરીમા ગયેલ મુદ્દામાલમા (૧) સોનાનુ મંગળસુત્ર નંગ-૦૧ (૨) સોનાનો હાર નંગ-૦૧ (૩) સોનાની કાનની બુટી નંગ-૦૨ (૪) સોનાની વીટી નંગ-૦૧ અગાઉ રીકવર કરવામાં આવેલ અને સદર ગુના કામે ચોરી થયેલ સોનાનુ મંગળસુત્ર-૦૧ તથા સોનાનો સેટ -૦૧ જેતે સમયે આરોપીઓ દ્વારા કબુલાત ન આપતા રીકવર કરવાનો બાકી રહેલ હતો. જે બાકી રહેલ મુદામાલ સોનાનુ મંગળસુત્ર-૦૧ તથા સોનાનો સેટ-૦૧ ની વધુ તપાસ કરી બંને સોનાના દાગીના રિકવર કરવામાં આવેલ અને સદર ગુના કામે ફરીયાદીના ચોરી થયેલ સોનાના દાગીના સંપુર્ણ રીકવર કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.

આરોપીની વિગત :-

(૧) હીરા રમેશ વડેચા (દેવીપુજક) રહે-ગાયત્રી ચોક ભગતસિંહ નગર અંજાર.

(૨) ભરત કમલેશ દેવીપુજક રહે-રામનગરી ભુજ.

(૩) બાબુ ઉર્ફે બબુ કેશાભાઈ કુવરીયા (દેવીપુજક) રહે-રામનગરી ભુજ.

રીકવર થયેલ મુદ્દામાલ:-

(૧) સોનાનુ મંગળસુત્ર નંગ-૦૧

(૨) સોનાનો સેટ નંગ-૦૧

અગાઉ રીકવર થયેલ મુદ્દામાલ:-

(૧) સોનાનુ મંગળસુત્ર નંગ-૦૧

(૨) સોનાનો હાર નંગ-૦૧

(૩) સોનાની કાનની બુટી નંગ-૦ર

(૪) સોનાની વીટી નંગ-૦૧

કુલ્લ કિ.રૂ. ૧૨,૧૭,૨૫૦/-

આ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-

ઉપરોકત કામગીરીમાં ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એમ.પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.આર.જે.ગોહિલ તથા પો.હેડ.કોન્સ ભરતજી એચ.ઠાકોર, રાજુભા એસ.જાડેજા, યુવરાજસિંહ ડી.જાડેજા, લાખાભાઇ એન.બાંભવા, કૈલાસભાઇ કે. ચૌધરી, દશરથભાઇ.એચ. ચૌધરી, મુકેશભાઇ તરાલ તથા વુ.પો.કોન્સ ક્રિષાબેન કેરાઇ નાઓ જોડાયેલા હતા.