સાંયરામાં 19 વર્ષીય યુવાને કર્યો આપઘાત
copy image

અબડાસા ખાતે આવેલ સાંયરામાં 19 વર્ષીય યુવાને કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, સાંયરામાં રહેનાર હતભાગી એવો સામજી નામનો યુવાક પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.