ગાંધીધામમાં 21 વર્ષીય યુવાનને લાશ મળી આવતા ચકચાર
copy image

ગાંધીધામમાં 21 વર્ષીય યુવાનને લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગાંધીધામના સેક્ટર-1 વિસ્તારમાં આ ઘટના બની હતી. અહીથી આદિપુરના પરેશ કાનજી પ્રજાપતિ નામના યુવાનની લાશ મળી આવી હતી. હૃદયરોગના હુમલાથી હતભાગીનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.