વરસામેડી નજીક વેલસ્પન ગર્લ્સ હોસ્ટેલમાં 22 વર્ષીય યુવતીનો આપઘાત
copy image

અંજારના વરસામેડી નજીક વેલસ્પન ગર્લ્સ હોસ્ટેલમાં 22 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વરસામેડી સ્થિત ગુજરાત કોલોની વેલસ્પન ગર્લ્સ હોસ્ટેલમાં આપઘાતનો આ ગોઝારો બનાવ બન્યો હતો. કંપનીમાં કામ કરનાર કરિશ્મા રામજી નામની આ યુવતી ગત દિવસે પોતાના રૂમ પર હતી, તે દરમ્યાન કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનો જીવ ત્યાગી દીધો હતો. આ બનાવ અંગે પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.