ભુજમાં જાહેરમાં રૂપિયાની રમત કરનાર ત્રણ ઝડપાયા

jug

copy image

copy image

ભુજમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે એક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ભુજમાં જાહેરમાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી જુગાર રમતા ત્રણ શખ્સોને રંગે હાથ દબોચી લીધા હતા. જ્યારે એક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી  રૂા. 16,090ની રોકડ સહિતનો તમામ મુદામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.