મુંદ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ખૂનના આરોપીને ગણતરીના કલાકમા પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

આજરોજ ફરીયાદી અલ્ફાના અભુ ગોધા રહે. ભદ્રેશ્વર તા. મુંદરાવાળા મરણ જનારના દિકરી છે તેઓએ મુંદરા મરીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવેલ કે, આરોપી અણુ મામદ ગોધા રહે.ભદ્રેશ્વર તા.મુંદરાવાળાએ આ કામેના મરણજનાર હવાબાઇ કામ ધંધો ન કરવા બાબતે બોલાચાલી કરતી હોઇ જે વાતનું મન દુ:ખ રાખી આરોપીએ તેની પત્નિ હવાબાઇ વા/ઓ અબુ ગોધા ઉ.વ.૫૩ રહે.ભદ્રેશ્વર તા.મુંદરાવાળીને શરીર ના ભાગે છરીના ઘા મારી તેનુ મોત નીપજાવી નાશી જઇ ગુનો કરેલ જે બાબતે મુંદરા મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૦૦૬/૨૦૨૬ બી.એન.એસ કલમ ૧૦૩(૧) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ખુનનો ગુનો રજીસ્ટર થયેલ.

જેથી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ.

જે સુચના અન્વયે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત ગુના કામેના આરોપીને પકડી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્યના કર્મચારીઓને સૂચના આપેલ હતી. જે સુચના મુજબ એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહિલ, નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઇ ચૌહાણ તથા રામજીભાઈ રબારીનાઓ ઉપરોક્ત ગુના કામેના આરોપી શોધવા માટે તપાસમાં હતા દરમ્યાન હ્યુમન સોસીંસ આધારે માહિતી મળેલ જે આધારે ઉપરોક્ત ગુના કામેના આરોપી અભુ મામદ ગોધા રહે.ભદ્રેશ્વર તા. મુંદરાવાળાને ભદ્રેશ્વર ગામે આવેલ રાવડી તળાવ પાસે આવેલ બાવળોની ઝાડીમાંથી પકડી પાડી આરોપીને આગળની કાર્યવાહી સારૂ મુંદરા મરીન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

♦ પકડાયેલ આરોપી

  • અભુ મામદ ગોધા રહે ભદ્રેશ્વર તા.મુંદરા