ફેક આઇ.ડી. બનાવી સસ્તા સોનાની લાલચ આપી લોકો સાથે છેતરપીંડી કરવાની કોશિષ કરતા ઇસમને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ મુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સરસ્તા સોનાની લાલય આપતી ગેંગો તથા એકના ડબલ કરી આપવાના ઇરાદાથી લોકો સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇનપેક્ટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા જે.બી.જાદવ તથા એમ.એચ. શિણોલ નાખીએ જિલ્લામાં અમુક ઇસમો દ્વારા સોશ્યલ મીડીયામાં ખોટી બાઇ.ડી. બનાવી તેના મારફતે સોશ્યલ મીડીયામાં ભારતીય ચલણી નોટોનો અથવા સસ્તા સોનાના બિસ્કિટના વીડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઇ તેઓની સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના મુજબ એ.એસ.આઇ. પંકજકુમાર કુશવાહા તથા પો.હેડ કોન્સ. રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, વિક્રમસિંહ ગોહીલ તથા પો.કોન્સ. ભરત ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા જયદે વસિંહ જાડેજાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકીકત મળેલ કે, હાલે તથબાહ ટાઉનશીપ ગેટ પાસે એક ઇસમ હાજર છે અને તે હાલે પોતાના કબ્જામાં રહેલ મોબાઇલ ફોનમાં સોસ્યલ મીડીયામાં ખોટી/બનાવટી આઇ.ડી. બનાવી અને તેમાં બજાર ભાવ કરતા સસ્તું સૌનુ આપવાની જાહેરાત પોસ્ટ કરી લોકો સાથે છેતરપીડી કરવાની કોશિશ ચાલુમાં હોય જે મળેલ હકીકત આધારે તપાસ કરતા રફીક જુસબ સોહા ઉ.વ.૩૨ રહે. ઉસ્માની મસ્જીદ સામે રહીમનગર ભુજવાળી મળી આવેલ અને તેની પાસેથી મળી આવેલ મોબાઇલમાં “Sural Patel’ નામની ફેસબુક ખાઇ.ડી. ચાલુ હોય અને તે આછ.ડી.માં બજાર ભાવ કરતા ઓછા ભાવે સસ્તુ સોનુ આપવાની જાહેરાત બનાવી છેતરપીડી કરવાના ઇરાદે ઘેર કરેલ જે બાબતે પુછતા મજકુર ઇસમએ જણાવેલ કે. હું સામાવાળા લોકોને વિશ્વાસમાં લઇ છેતરપીડી કરવાના ઇરાદે ફેસબુકમાં અને વોટસએપમાં અન્ય લોકો સાથે બજાર ભાવ કરતા ઓછા ભાવે સસ્તુ સોનુ આપવાની જાહેરાત બનાવી સોશ્યલ મીડિયા ઉપર મુકીને લોકો સાથે છેતરપીડી કરીને રૂપીયા પડાવતો હોવાની હકીકત જણાવેલ. જેથી મજકુર ઇસમ વિરૂધ્ધમાં ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૩૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪).૩૧૯(૨).કર મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

♦ પકડાયેલ આરોપી

  • રફીક જુસબ સોઢા ઉ.વ.૩૨ રહે. ઉસ્માની મસ્જીદ સામે રહીમનગર ભુજ

♦ કબ્જે કરેલ મુદામાલ

  • મોબાઇલ ફોન નંગ – ૦૧ કિ.રૂ.૫,૦૦૦/-