અજાપરમાં 23 વર્ષીય યુવાનનો આપઘાત
copy image

અંજારના અજાપરમાં 23 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, અહીં રહેનાર બિપુલદાસ વિરેનદાસ નામના યુવાને 18/1ના રાતના સમયે આ કદમ ઉઠાવ્યો હતો. આ સમયે હતભાગી પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનો જીવ ત્યાગી દિધો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.