ટીવી બ્લાસ્ટ થતા માતા પુત્રી બળીને ખાક

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પાસેના આનંદપુર ગામે એક અજીબ બનાવ બન્યો છે. અહીના એક મકાનમાં ટીવીમાં બ્લાસ્ટ બાદ મકાનમાં આગ લાગી ગઇ હોવાનો દાવો કરાયો છે. આગમાં માતા અને તેમની પુત્રી બળીને ખાખ થઇ ગયા છે. જ્યારે માતા-પુત્રી ઉંઘી રહ્યાં હતા, ત્યારે ચાલુ ટીવીમાં અચાનક કોઇ કારણથી બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. ઘરમાં રહેલા અન્ય એક મહિલાએ મૃતકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છંતા માતા-પુત્રીનો જીવ બચાવી શકાયો નથી.રંજનબેન વાઘેલા અને તેમની પુત્રી બંસીના મોતથી ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે, ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો અહી ભેગા થઇ ગયા હતા, આગ પર કાબૂ મેળવાયા બાદ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે, વધુ તપાસ હાથ ધરી છે. થોડા સમય પહેલા ડાંગમાં ટીવીના રિમોટમાં બ્લાસ્ટ થયાનો દાવો થયો હતો, હવે ટીવીમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે, જો કે સાચુ કારણ ફોરેન્સિક તપાસના અંતે જ સામે આવશે. કારણ કે ટીવીમાં શોર્ટસર્કિટની ઘટના બનતી હોય છે, પરંતુ તેનાથી બ્લાસ્ટ થવાની વાત નવી છે.અને જો આ સાચુ હોય તો વધુ સમય ટીવી ચાલુ રાખતા લોકો માટે આ ચેતવણી ગણી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *