ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી, કૂખમાં રહેલા બાળક અને માતા મોતને ભેટ્યા

0

ધ્રાંગધ્રામાં સરકારી હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલમાં ડિલીવરી દરમિયાન ગર્ભવતી મહિલાનું મોત નીપજ્યું હોવાની ઘટના બની છે. હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે આ મહિલાનું મોત થયું હોવાનો મહિલાના પરિજનોએ આરોપ લગાવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર જ નથી એવું જાણવા મળ્યું છે.

ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં સ્ફાટની બેદરકારીથી એક ગર્ભવતી મહિલા અને તેના બાળકનું મોત થયું છે. હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ન રહેતા અને સ્ટાફની બારે બેદરકારીના કારણે એક ગર્ભવતી મહિલાને સમયસર યોગ્ય સારવાર ન મળતા આ ઘટના બની છે. પ્રાપ્ત માહિતી મુજબ સવારે 6 વાગે મહિલાના પરિજનો દર્દીને હોસ્પિટલ લઈ આવ્યા હતા. પરંતુ હોસ્પિટલના સ્ટાફે તેમને પરત મોકલ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *