યાત્રીઓની વધતી ભીડને લઈને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર ત્રણ જોડી સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય

image-210

copy image

copy image

યાત્રીઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર ત્રણ જોડી સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે કચ્છના ભુજ અને સૌરાષ્ટ્રના વેરાવળને મુંબઈ (બાંદ્રા ટર્મિનસ) સાથે સીધું જોડશે.

🔹 ટ્રેન નં. 09009/09010 – બાંદ્રા ટર્મિનસ–ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ (10 ફેરા)

  • 09009: દર રવિવારે બાંદ્રા ટર્મિનસથી 19:25 પ્રસ્થાન, બીજા દિવસે 09:50 ભુજ આગમન
  • સમયગાળો: 25 જાન્યુઆરી થી 22 ફેબ્રુઆરી 2026
  • 09010: દર સોમવારે ભુજથી 14:00 પ્રસ્થાન, બીજા દિવસે 05:10 બાંદ્રા ટર્મિનસ આગમન
  • સમયગાળો: 26 જાન્યુઆરી થી 23 ફેબ્રુઆરી 2026
  • રોકાણ: બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, ધ્રાંગધ્રા, સામાખ્યાલી, ભચાઉ, ગાંધીધામ

🔹 ટ્રેન નં. 09011/09012 – બાંદ્રા ટર્મિનસ–ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ (10 ફેરા)

  • 09011: દર મંગળવારે 23:55 બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન, બીજા દિવસે 14:30 ભુજ આગમન
  • સમયગાળો: 27 જાન્યુઆરી થી 24 ફેબ્રુઆરી 2026
  • 09012: દર બુધવારે 17:40 ભુજથી પ્રસ્થાન, બીજા દિવસે 08:45 બાંદ્રા ટર્મિનસ આગમન
  • સમયગાળો: 28 જાન્યુઆરી થી 25 ફેબ્રુઆરી 2026
  • રોકાણ: બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, ધ્રાંગધ્રા, સામાખ્યાલી, ભચાઉ, ગાંધીધામ

🔹 ટ્રેન નં. 09017/09018 – બાંદ્રા ટર્મિનસ–વેરાવળ સુપરફાસ્ટ સ્પેશિયલ (10 ફેરા)

  • 09017: દર રવિવારે 14:40 બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન, બીજા દિવસે 08:05 વેરાવળ આગમન
  • સમયગાળો: 25 જાન્યુઆરી થી 22 ફેબ્રુઆરી 2026
  • 09018: દર સોમવારે 11:05 વેરાવળથી પ્રસ્થાન, બીજા દિવસે 04:55 બાંદ્રા ટર્મિનસ આગમન
  • સમયગાળો: 26 જાન્યુઆરી થી 23 ફેબ્રુઆરી 2026
  • રોકાણ: બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સુરેન્‍દ્રનગર, રાજકોટ, ગોંડલ, જેતલસર, જૂનાગઢ, કેશોદ

🚉 તમામ ટ્રેનોમાં એસી–2 ટિયર, એસી–3 ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ ઉપલબ્ધ રહેશે.
🎟️ બુકિંગ 22 જાન્યુઆરી 2026થી પીઆરએસ કાઉન્ટર તથા આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

આ સ્પેશિયલ ટ્રેનો કચ્છ અને સૌરાષ્ટ્રના મુસાફરો માટે મુસાફરીને વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનાવશે.